Main Menu

ગારિયાધાર ધંધાકીય જૂની અદાવત માં યુવાન ની હત્યા

આજરોજ ગારિયાધાર શહેરમાં મોડિ રાત્રે મુરઘી વેચવા બાબત બોલાચાલી થતા મામલો ઉગ્ર થય જતા ગારિયાધાર ના રહેવાસી સાદિક તાજાની તેમજ ક્યુમ તાજાની ની અજુન સિનેમા સાંમે મુરઘી નો વેપાર કરતા ફિરોજભાઈ કાળુભાઇ બિલખિયા વચ્યે સામ-સામે મારામારી થઈ હતી જેમાં ફિરોજભાઈ પર છરી જેવા તિષણ હથિયાર દ્વારા ઘા મારી લોહી લુહાણ કરી દીધાં હતાં તેમજ મારામારી દરમિયાન સાદિક અને ક્યુમ ને પણ ભારે ઇજા થઇ હતી.જેથી તેઓને અહીં ના દવાખાને લઇ જવામાં આવ્યા હતા,જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા ભાવનગર ખસેડવામાં આવ્યા હતાં મળતી માહિતી મુજાબ આ બનાવમાં ફિરોજભાઈ બિલખિયા નું ભાવનગર બજરંગદાસ હોસ્પિટલ માં તપાસ કરતાં મૂર્ત જાહેર કર્યા હતા,જ્યારે હત્યા ના બન્ને આરોપી ને પણ ગંભીર ઇજા થયેલ હોય બન્ને આરોપી ને પણ ભાવનગર સર.ટી. હોસ્પીટલ માં ખસેડવામાં આવ્યા છે.આ બનાવ ની ઘટના બનતા સમગ્ર ગારિયાધાર માં અજંપા જેવી સ્થિતિ સર્જાય ગઇ હતી,તેમજ આ ઘટના ની જાણ થતાં પી.એસ.આઈ. શ્રી.ચૉધરી સાહેબ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થળ પર એકઠાં થયેલ માણસો નાં ટોળા વિખેરી પરિસ્થિતિ કાબુ મા લાવ્યાં હતાં, ઉલ્લેખનીય છેકે આ ઘટના ની ફરિયાદ મોડીરાત સુધી લખાયા નું જાણવા મળ્યું નથી.