Main Menu

વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ પણ 1 મેં થી લાલબત્તી વળી ગાડી ઉપયોગ નહીં કરી શકે

કેન્દ્રીય કેબિનેટે વીવીઆઈપી કલ્ચરને સમાપ્ત કરતા લાલ અને વાદળી બત્તીના ઉપયોગ ઉપર અંકુશ લગાવવાનો નિર્ણય લઇ લીધો છે. બુધવારે આ નિર્ણય લેવાયો. ૧લી મેએ મજુર દિવસના દિવસે આ નિર્ણય અમલમાં મુકવામાં આવશે. આ અંકુશ કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓ ઉપર લાગુ થશે. રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કરી દીધું છે કે લાલબત્તીની પરવાનગી વડાપ્રધાનને પણ નહી હોય. આ સિવાય, આ નિર્ણય રાજ્ય સરકાર ઉપર પણ અમલી બનશે. જો કે, આપાતકાલીન સેવાઓને વાદળી બત્તીના ઉપયોગની પરવાનગી રહેશે.

સરકાર મોટર વાહન એક્ટની એ જોગવાઈને જ સમાપ્ત કરવા જઈ રહી છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારના કેટલાક ખાસ લોકોને લાલબત્તીનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. ગડકરીએ જણાવ્યું કે તેમણે પોતાની ગાડી ઉપર લાગેલી લાલ બત્તીને પણ હટાવી દીધી છે. ગડકરી પોતાની સરકારી ગાડી ઉપરથી આ બત્તીને હટાવવા વાળા પહેલા નેતા છે. તેમણે કહ્યું, “અમારી સરકાર સામાન્ય લોકોની સરકાર છે એટલે અમે લાલબત્તી અને હુટર્સનું વીવીઆઈપી કલ્ચર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે.” મંત્રીએ આને મોટો લોકતાંત્રિક નિર્ણય જણાવતા કહ્યું કે જલ્દી જ આ વિષયમાં નોટીફીકેશન પ્રસારિત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી રોડ પરિવહન મંત્રાલયમાં આ વિષય ઉપર કામ ચાલી રહ્યું હતું. આ પહેલા, પીએમઓએ આ મુદ્દા ઉપર ચર્ચા માટે એક બેઠક બોલાવી હતી. આ મામલે વડાપ્રધાન કાર્યાલયમાં લગભગ દોઢ વર્ષથી વિલંબિત હતો. આ દરમ્યાન પીએમઓએ આખા મામલા ઉપર કેબીનેટ સેક્રેટરી સહીત કેટલાય મોટા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રોડ પરિવહન મંત્રાલયે લાલ બત્તી વાળી ગાડીઓનો ઉપયોગ કરવાના મુદ્દા ઉપર કેટલાય વરિષ્ઠ મંત્રીઓ સાથે ચર્ચા કરી, જે પછી તેમણે પીએમઓને કેટલાય વિકલ્પ આપ્યા હતા. આ વિકલ્પોમાં એક એ પણ હતો કે લાલ બત્તીઓ વાળી ગાડીનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવે. બીજો વિકલ્પ એ કે સંવૈધાનિક પદો ઉપર બેઠેલા પાંચ લોકોને જ આનો ઉપયોગ કરવાનો અધિકાર હોય. આ પાંચમાં રાષ્ટ્રપ્રતી, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને લોકસભા સ્પીકર સામેલ હોય. જો કે વડાપ્રધાને કોઈનેય આ મુદ્દે છૂટ ના આપવાનો નિર્ણય કર્યો છે.