Main Menu

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો કરનાર બીએસએફના જવાન તેજ બહાદુરને સસ્પેન્ડ

 

સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરતા બીએસએફના જવાન તેજ બહાદુરને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. તેજ બહાદુર પર આરોપ છે કે તેમને બીએસએફ ખરાબ રીતે ચીતર્યા છે. અગાવ તેજ બહાદુરે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કરતા બીએસએફ જવાનોને આપવામાં આવતા જમવા વિશે ફરિયાદ કરી હતી. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ મામલામાં બીએસએફે કોર્ટ ઓફ ઈંક્વાયરી કરી હતી, જેમાં કોર્ટે જાણ્યું કે તેજ બહાદુરે બીએસએફની છબી ખરાબ કરી છે. કોર્ટ ઓફ ઈંક્વાયરીમાં એલઓસી પર ફરજ બજાવતા બાકી જવાનોનું પણ નિવેદન લેવામાં આવ્યું હતું. બીજા જવાનોએ પોતાના નિવેદનમાં જમવાને લઈને કોઈ પણ પ્રકારની ફરિયાદ નહોતી કરી. જવાનોનું કહેવું હતું કે હાઈ ઑલટિટ્યૂડ પર સાદી દાળ જ જમવામાં આપવામાં આવતી હતી.

જમવાની ફરિયાદ સિવાય બીએસએફ જવાન તેજબહાદુરે હેરેસમેંટને લઈને પણ એક બીજો વીડિયો અપલોડ કર્યો હતો. જેના પછી તેજ બહાદુરના પરિવારના લોકોએ પણ સેના પર હેરેસમેંટનો આરોપ લગાવ્યો હતો.

કોર્ટ ઓફ ઈંક્વાયરીમાં તેજ બહાદુરને બીએસએફની છબી ખરાબ કરવામાં દોષી ઠેરવ્યો હતો. કોર્ટ ઓફ ઈંક્વાયરીએ જાણ્યું કે ફરિયાદ માટે ઈંટરનલ મેકેનિજ્મ હોવાના કારણે તેજ બહાદૂરે પબ્લિક પ્લેટફોર્મ પર જઈને બીએસએફની છબી ખરાબ કરી હતી.