Main Menu

ગારિયાધાર રૂપાઠાકોર ની વાડી માં શ્રી રામચરિત્ર માનસ કથા નો શુભ પ્રારંભઃ

આજ રોજ ગારિયાધાર મુકામે રૂપાવટી રોડ પર રૂપાઠાકોર ની વાડી માં શ્રી રામ ચરિત્ર માનસ નું શુભ પ્રારંભ ચૈત્રવદ સાતમ ને મંગળવાર સાંજ ના ચાર કલાકે વિશાલ ભાવિક ભક્તજનો સાથે શ્રી કે.ડી.પરમાર ના નિવાસ સ્થાને થી શહેરના મુખ્યમાર્ગો પરથી વિશાલ ભાવિકો,મહીલા મંડળ તેમજ રૂપાઠાકોર ની વાડી નાં સ્થાનિક રહીશો સાથે વાજતે ગાજતે કથા સ્થળે પહોંચી હતી.તેમજ કથા ના વક્તા શ્રી. ચંદુરામબાપુ ગોંડલિયા એ તેમની આગવી શૈલી થી કથા રસપાન કરાવી કથા નો શુભ પારંભ કર્યો હતો,આ ધાર્મિક પ્રસંગે કલ્યાણમય જ્ઞાનગંગા નું શ્રવણ કરવા રૂપાઠાકોર વાડીના રહીશો એ તમામ ભાવિક ભક્તો ને હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.






error: Content is protected !!