Main Menu

September, 2017

 

2000 રૂપિયાની સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી જ પકડાઇ :પીએમ મોદીના દાવાની ઐસીતૈસી

8 નવેમ્બરે સરકારે 500 અને 1000ની નોટ પાછી ખેંચતી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી લાગુ કરવાના ઉદ્દેશમાં એક લક્ષ્‍ય નકલી નોટોના દુષણને દુર કરવાનું ગણાવ્યું હતું.પીએમ મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કરાયા બાદ એવું અનુમાન લગાવાઈ રહ્યુ હતું કે દેશના અર્થતંત્રમાંથી નકલી નોટો દૂર થઈ જશે. જો કે નોટબંધી લાગુ કર્યા પછી પણ દેશમાં નકલી નોટો ફરી રહી છે અને મોદી સરકારના ઉદ્દેશ પર પાણી ફરી વળ્યું છે. જોવાની વાત એ છે કે નોટબંધી પછી પીએમના વતન ગણાતા રાજ્ય ગુજરાતમાંથી જ 2000 રૂપિયાના ચલણની સૌથી વધુ માત્રામાં નકલી નોટો પકડાઇ છે.મિનિસ્ટ્રીRead More


પત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી સડકો પર ઉતર્યા લોકો

કટ્ટર હિંદુવાદી સંગઠનો વિરુદ્ધ એક મજબૂત અવાજ બનનારી પત્રકાર ગૌરી લંકેશની મંગળવારે તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે પછી લોકો દ્વારા આ ઘટનાને વખોડવામાં આવી છે. તમામ રાજનીતિ, સમાજિક વર્ગથી જોડાયેલા લોકોએ તેની તીખી આલોચના કરી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કોઇ અજાણ્યા વ્યક્તિએ ગૌરી લંકેશના ઘરની બહાર મોટરબાઇક પર આવી તેમની ગોળી ચલાવી તેમની હત્યા કરી દીધી હતી. અજાણ્યા ગુંડાઓએ ગૌરી પર ગોળીઓના સાત રાઉન્ડ ચલાવ્યા હતા. જેના કારણે તેમને છાતી, ગળા અને માથામાં ગોળી લાગી હતી. નોંધનીય છે કે ગૌરી લંકેશ કન્નડા છાપાની પત્રિકાRead More


મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫મા રેન્કથી પહેલા નંબર પર

મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત પહેલા નંબર પર

રિલાયન્સ જિઓને લોન્ચ થયે એક વર્ષ થઈ ગયું છે અને બાર મહિનામાં ભારતમાં મોબાઈલ ડેટા યુસેઝની તસવીર સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. પહેલા ભારતમાં લોકો એમબી માપી માપીને ડેટા ખર્ચ કરતા હતા. હવે પરિસ્થિતિ અે છે કે દર મહિને ડેટા ખર્ચ ૨૦ કરોડ જીબીની સરખામણીમાં ૧૫૦ કરોડ જીબી થઈ ચૂક્યો છે. મોબાઈલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫મા રેન્કથી પહેલા નંબર પર અાવી ગયો છે. અમેરિકા અને ચીન કરતા પણ ભારત અાગળ નીકળી ગયું છે. જિઓનો દાવો છે કે તેમાંથી ૧૨૫ કરોડ જીબી ડેટા માત્ર તેના જ ગ્રાહકો ખર્ચી રહ્યા છે. જિયો પરRead More


નરિગસ ફખરી નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે

મૈં તેરા હીરો, ‘અઝહર’ તથા ‘હાઉસફૂલ-૩’ જેવી ફિલ્મોમાં ગ્લેમરસ રોલથી ચર્ચામાં અાવેલી નરિગસ ફખરીનું કહેવું છે કે તે નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવે છે. તેણે મજાિકયા અંદાજમાં કહ્યું કે તમે ગ્લેમરસ રોલને એ નજરથી સરળ કહી શકો છો કે તૈયાર થવામાં ક્યાં વધુ મહેનત લાગે છે, પરંતુ સાચી વાત તો અે છે કે હું નોન ગ્લેમરસ રોલમાં ખુદને વધુ સહજ અનુભવું છું. થોડા સમયથી મુંબઈ છોડીને ન્યૂયોર્કમાં રહેતી નરિગસના જણાવ્યા અનુસાર તેને સહજ અને અારામદાયક ડ્રેિસંગ પસંદ છે. તેને કડક ભડકવાળાં કપડાં પહેરવાં ગમતાં નથી. તે કહે છેRead More


વિદેશી દારૂ બંધ જૈન ઉપાસકનામકાનમાં અને શૌચાલયમાં સંતાડયો

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના ઘરે થી મસ મોટો દારૂ નો જથ્થો ઝડપાયો

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રીના નિવાસ સ્થાને ઝઘડિયા પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા હતા. બુટલેગર નિકેશ મોદીના ઘરની બાજુમાં આવેલા એક મકાનના શૌચાલયમાં તેમજ તેના ઘરની સામે જૈન ઉપાસકના બંધ મકાનમાં સંતાડેલો મસ-મોટો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. હાલ નવા બદલી પામેલા પીઆઇ જે.જે.વસાવાએ  વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના મંત્રી તરીકે નિમણુંક પામેલા ઝઘડિયા તાલુકાના તલોદરા ખાતેના કુખ્યાત બુટલેગર નિકેશ જશવંતભાઇ મોદીના ઘરે ઝઘડિયા પોલીસે બાતમીના આધારે દરોડા કર્યા હતા. હાલ ગણેશ ઉત્સવને કારણે પ્રોહિબીશન ડ્રાઇવમાં મળેલી બાતમીના આધારેRead More


21 લાખ વેપારીને લાભ

જુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની ભલામણ સ્વીકારતાં કેન્દ્ર સરકારે જુલાઇની ડેડલાઇનમાં જીએસટી રીટર્ન ન ભરવા પરની પેનલ્ટી કાઢી નાખી છે. જીએસટી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ પછી દરરોજનો 200 રુપિયા દંડની જોગવાઇ હતી. જોકે કરદાતાઓએ લેટ ફી નહીં લાગે પણ બાકી રકમ પર વ્યાજ આપવું પડશે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ આ પહેલાં જણાવ્યું હતું કે ડેડલાઇન સુધી જીએસટી રીટર્ન નહીં ભરવા પર દરરોજ 200 રુપિયા દંડ લેવાશે જેમાં 100 રુપિયા કેન્દ્રીય જીએસટી અને 100 રુપિયા રાજ્ય જીએસટીમાં જશે. અરુણ જેટલીએ જણાવ્યું હતું કે જુલાઇ સુધીમાં 59.5 લાખ કરદાતાઓએ જીએસટી ફાઇલ કરવાનું હતુંRead More


જામનગરમાં મીણબતીનું કારખાનામાં ભીષણ આગ, મુદ્દામાલ બળીને ખાક

જામનગર: આજે મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો. શરુ શેક્સન રોડ પર આવેલા એમ.પી. શાહ ઉદ્યોગમાં જ્વલંતશીલ મીણની જુદી-જુદી પ્રોડક્ટ બનાવતા કારખાનામાં આગ લગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઉજાલા ગૃહ ઉદ્યોગ નામના કારખાનામાં એક વાગ્યા આજુબાજુ કોઈ કારણસર લાગેલી આગ જોત જોતામાં વિકરાળ બની ગઈ હતી. આગ મોટાભાગના કારખાનાના પરિસરમાં ફરી વળી હતી. આ બનાવના પગલે મહાનગર પાલિકાના ફાયર અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી. વિકરાળ આગના સમાચાર મળતા જ ફાયરના ત્રણ ટેન્ડરો રવાના કરાયા હતા. પરંતુ આગની વિકરાળતાને પગલે વધુ ૬ ટેન્ડરો દોડાવાયા હતા. આ ઘટનાને પગલે રાત હોવાRead More


ટીમનું નેતૃત્વ કરવું એ અદ્ભુભુત અનુભવ

કોહલી વર્તમાન ટીમ થી ખુશ અંતિમ મેચમાં પણ નવા અખતરા કરવાનું ચાલુ રાખશે

કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે વર્તમાન ટીમનું નેતૃત્વ કરવું એ અદ્ભુત અનુભવ છે, કારણ કે દરેક ખેલાડી સારું પ્રદર્શન કરવા ઇચ્છે છે, જેના કારણે કેપ્ટન તરીકે મારું કામ ઘણું આસાન બની જાય છે. શ્રીલંકા સામે પાંચ મેચની વર્તમાન શ્રેણીની ચોથી મેચમાં શ્રીલંકાને ૧૬૮ રનથી હરાવીને ૪-૦ની સરસાઈ કરી લીધા બાદ વિરાટ કોહલીએ કહ્યું, “આ અદ્ભુત ટીમનું નેતૃત્વ કરવું ખાસ વાત છે. તમે જાણો છો કે ડ્રેસિંગરૂમમાં કેવું વાતાવરણ રહે છે અને ખેલાડીઓ કેવી રીતે હળીમળીને રહે છે. મારા માટે સૌથી ખાસ વાત એ છે કે ખેલાડીઓમાંRead More


ગુજરાતીને ભાવતી અને ફેવરિટ આઇટમ ભાખરવડી બનાવો બિલકુલ સરળ રીતથી

ભાખરવડી કે જે દરેક ગુજરાતીને સૌથી ભાવતી અને ફેવરિટ આઇટમ છે કે જે ખાસ કરીને ક્યાંય પણ બહાર ગયા હોવ તો નાસ્તા તરીકે તેનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે. જો કે મોટાભાગે લોકો ભાખરવડી બહારની જ ખાતા હોય છે. પરંતુ તમને આશ્ચર્ય થશે કે ભાખરવડી ભલે દેખાવમાં બનાવવી અઘરી લાગતી હોય પરંતુ તે બનાવવામાં સાવ આસાન છે. અને જો ભાખરવડી ઘરે બનાવવામાં આવે તો તે વધુ ટેસ્ટી લાગે છે માટે આજે તમારા માટે ઘર બેઠા જ ભાખરવડી બનાવવાની એક સૌથી સરળ રેસીપી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. સૌ પહેલાંRead More


મુસ્લિમ બિરાદરોએ પાઠવ્યા ઈદ મુબારક

ગારીયાધાર તાલુકા માં ઈદ ઉલ અઝહા ની શાનદાર ઉજવણી…

(સૈયદ સતારભાઈ) ગારીયાધાર ખાતે ઈદ ઉલ અજહા ની ઉજવણી ખુબજ શાનો  શોકત ની સાથે કરવામાં આવેલ હતી.વહેલી સવારે મુસ્લિમ બિરાદરો નમાઝ એ ફજર અદા કરી અને સૌ મુસ્લીમ સમાજે ઇદગાહ મસ્જીદે ઈદ ની નમાજ અદા કરી કબ્રસ્તાન માં ફૂલ -ફાતેહા  કરેલ લોકોમાં ભાઈચારો, સદાચાર બની રહે દેશમાં અમન અને શાંતિ રહે અને સમાજ સુખી રહે તેવી અલ્લાહ પાસે ઈબાદત કરી હતી.વિશ્વ જયારે આંતકવાદના ભયંકર ખતરા સામે ઝઝુમી રહ્યો છે.ત્યારે પેગમ્બર સાહેબએ પણ અમન શાંતિ અને ભાઈચારા ની શીખ આપી છે અને હાલ મુસ્લિમો નું પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા શરીફમાં પણRead More


error: Content is protected !!