Main Menu

Tuesday, April 25th, 2017

 

વડોદરાઃ હવસખોર બાપ પાંચ-પાંચ વર્ષ સુધી દીકરી પર ગુજારતો રહ્યો બળાત્કાર

વડોદરાઃ પાંચ-પાંચ વર્ષથી સગી દીકરી પર હવસખોર પિતા બળાત્કાર ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સમગ્ર વડોદરામાં પિતા પર ફિટકાર વરસી રહ્યો છે. દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે યુવતી ચાર મહિના ગર્ભવતી હોવાનું જણાવતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીએ પોતાના પેટમાં પિતાનું પાપ હોવાનું જણાવતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા.આ અંગેની વિગત એવી છે કે, છૂટક ડ્રાઇવિંગ કરતાં અને મકરપુરામાં પરિવાર સાથે રહેતા આધેડને બે દીકરી અને એક દીકરો છે. વર્ષ 2012માં પત્નીને થાઈરોડની બીમારી થતાં તેને પાંચ દિવસ સયાજી હોસ્પિટલમાં દાખલRead More


રાષ્ટ્રપતિ પદની રેસમાં પૂર્વ સીએમ આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ પદના શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા

અમદાવાદ: રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી છે. ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યન સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદ માટેના શ્રેષ્ઠ ઉમેદવારો પૈકીનાં એક છે. વધુમાં સ્વામીએ લખ્યું છે કે આનંદીબેન ગુજરાતી છે તો શું થયું હું પણ ગુજરાતનો જમાઈ છું. ચાલુ વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેટલાક નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં સુબ્રમણ્યન સ્વામીએ હવે આનંદીબેનનું નામને લઈને પણ ચર્ચા જગાવી છે. 75 વર્ષ વટાવી ચૂકેલાં આનંદીબેને સ્વેચ્છાએ ગુજરાતના સીએમ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદRead More


શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગી શાળાઓ માટે ફી અંગેના નિયમો જાહેર કર્યા

ગાંધીનગરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફિ નિયમન સમિતિની રચના અંગેના નિયમ જાહેર કર્યા હતા. આ સાથે સ્વનિર્ભર શાળાઓએ પોતાની શાળાની ફી નિર્ધારણ કરવા માટે ફી નિયમન સમિતિ સમક્ષ નિયમાનુસાર કાર્યવાહી કરીને આગામી શૈક્ષણિક સત્ર માટે પોતાની ફી નિર્ધારિત કરવાની રહેશે. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની ફી નક્કી કરવા માટે નક્કી કરાયેલા નિયમ અંતર્ગત શાળાએ પોતાની દરખાસ્ત ફોર્મ-2માં તૈયાર કરીને સત્વરે ફી નિયમન સમિતિ સમક્ષ રજૂ કરવાની રહેશે. આ વર્ષે દરખાસ્ત સાથે છેલ્લા બે વર્ષના ઓડીટ એકાઉન્ટ્સ તથા ચાલુ વર્ષના એકાન્ટ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જે શાળાઓએ ફી નિર્ધારણ અંગેની આવી દરખાસ્તRead More


તાપી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી, 2 બાળક સહિત 3ના મોત, 5 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

તાપીમાં પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. ત્રણના મોતના પગલે વાલીઓ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના ઉચ્છલના મીરકોટ ગામમાં આવેલી પ્રાથમિક શાળાની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ હતી. જેથી શાળામાં ભાગદોડ મચી ગઈ હતી. શાળામાં રસોઈ બનાવતી એક મહિલા અને બે બાળકીઓના મોત નિપજ્યા છે. જેની જાણ થતાં બાળકોના વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં 5થી વધુ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તનેRead More


ભારતીય બોલરઝહિર સાગરિકા ઘાટગેની સાથે સગાઇ કરી

ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલરઝહિર ની દિલ ફિલ્મ ચક દે ઇન્ડિયાની સેન્ટર ફોરવર્ડ પ્રીતિ સબરવાલ એટલે સાગરિકા ઘાટગેની સાથે સગાઇ કરી લીધી છે. ઝહિર અને સાગરિકાએ સોમવારે સોશિયલ મીડિયા પર આ બાબતની જાહેરાત કરી દીધી છે કે, તેમને સગાઈ કરી લીધી છે. ઝહિર ખાને સાગરિકા ઘાટગે સાથે ફોટો ટ્વીટર પર કરતા જણાવ્યું હતું કે, “ક્યારેય પણ પોતાની પત્નીની પસંદ પર હસવું જોઈએ નહી, કેમકે તમે પણ તેમાંથી એક છો. આજીવન માટે જીવનસાથી.” સાગરિકા ઘાટગેએ પણ બંનેની ફોટો ટ્વીટર પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, પાર્ટનર્સ ફોર લાઈફ.આ બંને ડિસેમ્બરમાં યુવરાજ સિંહનાRead More


બોરસદ પોલીસે ૭.૨૦ લાખ રૂપિયા વિદેશી દારૂ ૩૦ પેટી (૭૨૦૦ નંગ) ઝડપી પાડી

પ્રાપ્ત વિગતો અનુસાર દમણ અને છોટાઉદેપુરથી વાયા વડોદરા, વાસદ થઈને સ્ટેટ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ હોય ગઈકાલે સાંજના સુમારે બોરસદ પોલીસે આણંદ ચોકડી પાસે નાકાબંધી કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું હતુ. જેમાં પૂરપાટ ઝડપે એક ટેમ્પો આગળ નંબર પ્લેટ જીજે-૨૭, ૫૨૩૨ અને પાછળ જીજે-૦૨, ઝેડ-૫૨૩૨નો લખેલી આવી ચઢતાં પોલીસે શંકાને આધારે ટેમ્પાને ઉભો રાખીને તેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂના ક્વાર્ટરીયાની ૩૦ પેટી (૭૨૦૦ નંગ) કે જેની કિંમત ૭.૨૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. ચેકીંગ દરમ્યાન ૭.૨૦ લાખનો વિદેશી દારૂ ભરેલા એકRead More