Main Menu

Thursday, April 6th, 2017

 

ગારિયાધાર તાલુકાના વેળાવદર માં રવિવારે મેડિકલ,ચશ્મા કેમ્પ નું આયોજન

ગારિયાધાર તાલુકા ના વેળાવદર ગામે તા.9 4.2017 અને રવિવારે ત્રિવિધ કેમ્પ નું આયોજન કરેલ છે,આ કેમ્પ ના આયોજક શ્રી.તખુભાઈ સાંડસુરે  જણાવ્યું હતું કે મેડિકલ નિદાન અને દવાઓ તમામ દર્દીઓ ને વિનામુલ્યે અપાશે તથા 12 થી 35 વર્ષ ની બહેનો ને રૂબેલા રસીકરણ આપવામાં આવશે તેમજ ચશ્માં ના લાભાર્થીઓને રૂ.20 ના ટોકન દરથી ચશ્મા વિતરણ કરવામાં આવશે.આસપાસ ના પ્રજાજનો એ  સવારે નવ કલાકે વેળાવદર હાઈસ્કૂલ માં આ સેવા નો લાભ લેવા વિનંતી. [wpdevart_youtube]qMwrrvewIbc[/wpdevart_youtube]  


પુત્રીને માર મારી કાઢી મૂકનાર જમાઇને રસ્તા વચ્ચે સુવાડીને સસરાએ ધોકાવાળી કરી

સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ  ગર્ભવતી પુત્રીને માર મારી કાઢી મૂકનાર અમદાવાદી જમાઇને ગાંધીનગરમાં રસ્તા વચ્ચે સુવાડીને સસરાએ બરાબર ધોકાવાળી કરતો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ બંને પક્ષે સામ-સામે ફરિયાદ કરી છે. એક પત્નીએ પતિ સામે દહેજની માંગણી અને માનસિક-શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તો હુમલાનો બોગ બનનાર જમાઇએ સાસરિયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર સેકટર-5-બીમાં રહેતી યુવતી રતનબેન ભરવાડના લગ્ન અમદાવાદના નવા વાડજમાં રહેતા હાર્દિક ભરવાડ સાથે પાંચ વર્ષ પહેલાં થયા છે. ગર્ભવતી પત્ની પાસે પતિએ દહેજની માંગણી કરીને મારઝૂડ કરતાં પરિણિતા પિયરમાં આવી ગઇRead More


સાવરકુંડલા પોલીસ કમાન્ડો નાં ચુસ્ત બંદોબસ્ત સાથે શોભાયાત્રા સંપન

સાવરકુંડલા “રામજી કી નીકલી સવારી રામજી કી લીલા હૈ ન્યારી ” સાવરકુંડલામાં આસથાભેર રામજન્મ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રામજન્મ મહોત્સવ પ્રસંગે વિશાળ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર નિકળી હતી શોભાયાત્રાના રૂટમાં 2-ડી.વાય એસ.પી. ,5 -પી.આઇ,.10-પી.એસ.આઇ.,19’કમાનડો,.109-,ASI.P.C,એલ.સી.બી.એસ.વો.જી સહીતના (489 )પોલીસ સ્ટાફના બંદોબસ્ત વચ્ચે શાંતી પુર્વક શોભાયાત્રા નિકળી એન્કર -સાવરકુંડલા ખાતે શ્રી રામજન્મ મહોત્સવ સમિતિદ્વારા  મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામના જન્મોત્સવની આસ્થા અને ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ધ્વજારોહણ, બપોરે 12 કલાકે મહાઆરતી,અને બપોરે 2 કલાકે જેસરરોડ ખાતેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થયુ હતું આ વિશાળ શોભાયાત્રામાં ધોડે સવારો,શણગારેલા ટ્રેક્ટરો, વિવિધ ફલોટસે આકર્ષણ જમાવ્યું હતું તેમજ સોનેરી રથમાંRead More


error: Content is protected !!